વડોદરાની MS યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થીઓની પરિક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લેવાયો છે. બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરિક્ષા લેવામાં આવશે. જેમાં 17 હજાર વિદ્યાર્થીઓની MCQ બેઝ્ડ પરિક્ષા લેવામાં આવશે. મહત્વનું છે કે વડોદરામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ઓનલાઈન પરિક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અગાઉ યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો.