પશુપાલકોને બરોડા ડેરી દ્વારા ભાવ વધારો ન ચૂકવાતા ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને પડયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારને આજે બરોડા ડેરી સામે ધરણા કરવાની મંજૂરી મળી નથી. તેઓ હાલ સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેઠા છે. કેતન ઇનામદારના જણાવ્યા પ્રમાણે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે તેઓ હાલ સર્કિટ હાઉસમાં ધરણાં પર બેઠા છે. આ સાથે કેતન ઇનામદારના સર્થકોની પણ સાવલી અને વડોદરામા (Vadodara) અટકાયત કરવામા આવી છે. બરોડા ડેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.