Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં પતિ-પત્નીના ઝઘડાઓમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. દરમિયાન વડોદરા પોલીસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ દહેજની માંગણીએ સિગારેટના ડામ આપ્યા હોવાની તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ કરી છે. મુંબઈના બોરીવલીની એક યુવતી વડોદરાના બકરાવાડીમાં રહેતા એક યુવકને પરણી હતી. યુવકે લગ્ન કર્યાના 6 મહિનામાં સાસરિયાઓ સાથે મળી ત્રાસ ગુજાર્યો હતો. દહેજની માંગણીએ પત્નીને લગ્નના 6 મહિનામાંજ કાઢી મૂકી હતી. દરમિયાન પત્નીએ પતિ સામે અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે મુંબઇ બોરીવલીની યુવતીએ વડોદરા બકરાવાડી પાસે રહેતા યુવક સાથે લગ્ન કર્યાના 6 મહિનામાં જ સાસરિયાએ ત્રાસ ગુજાર્યો હતો. પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તે શુક્રવારે માતા-પિતાને લઇ પરત આવતાં પતિએ પત્નીના હાથ પર સિગારેટના ડામ આપ્યા હતાં, સાસુના લંડનના વ્યક્તિ સાથેના સંબંધને કોઇને જાણ કરીશ તો ગરમ તેલ નાખવાની પણ ધમકી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ