વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ 8 તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણીનો પ્રારંભ આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ થયો છે. મતદારો સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
વડોદરા જિલ્લાના પાદરાની અંકિતા ગાંધીના આજે લગ્ન યોજાયાં હતા.તેના ભાગરૂપે પીઠી ચોળવાની વિધિ રાખવામાં આવી હતી.ઘર આંગણે મંગળ ગાન શરૂ થઈ ગયું હતું. તેની સાથે આજે પાદરા નગર પાલિકા માટે મતદાન હતું અને અંકિતા એક મતદાર હતી. તેણે પ્રભુતામાં પગલાં પાડ્તા પહેલાં લોકશાહીની પ્રભુતાને સાચવવાનો સંકલ્પ કર્યો.લગ્ન વિધિ પહેલા લોકશાહીના પાયાના સંસ્કાર સમાન મતદાન કરવાનો નિર્ણય લીધો. અંકિતાએ જણાવ્યું કે મતદાન ખૂબ અગત્યનો અધિકાર છે.એટલે પીઠી પહેલાં મતદાન કરવાની ફરજ પૂરી કરી છે.મતદાન એ દરેક નાગરિકની ફરજ છે જે કોઈએ ચૂકવી ના જોઈએ.