વડોદરા પર આવેલી વરસાદી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બે દિવસ ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજા હળવા પડ્યા છે, જો કે હજુ પૂરના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી દેવ ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે, અહીં વિશ્વામિત્રી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
હાલોલ તાલુકાના દેવ ડેમમાંથી રવિવારે બપોરના 3 વાગ્યે ૮,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેને અનુલક્ષીને દેવ કાંઠાના વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઇ તાલુકાના ૭ સહિત કાંઠાના ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે.