અંધશ્રદ્ધા સાથે જોડાયેલી અફવા ફેલાવનારા છ વ્યક્તિઓની વડોદરા પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના નવીધરતી ગોલવાડ ખાતે આવેલા બળીયાદેવના મંદીર પાસે પીપળાના ઝાડને પાણી પીવડાવવાથી કોરોના વાઇરસ દૂર થતો હોવાની વિડીયો ક્લિપ સોશ્યલ મિડીયા પર ખાસ કરીને વોટસ્અપ વાયરલ થતા લોકોના ટોળા ગઇકાલે રાત્રે ઉમટી પડવા માંડ્યા હતા.
આ અંગેની પોલીસને જાણ થતાં ધસી ગયેલી પોલીસે તાત્કાલીક ટોળા વિખેરી કાઢીને તપાસ કરતા કેટલાક સ્થાનીક યુવાનોએ તરકટ આચર્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે છ લોકોની ધરપકડ કરી છે અને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.