વાઘોડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ખાલી પડેલી 2 બેઠકોમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી ભાજપનો ભવ્ય વિજય થતાં જીતેલા ઉમેદવારોએ વાઘોડિયા નાગરમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.
વાઘોડિયા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે તા. ૭ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ ૬૨.૬૯ ટકા મતદાન નોંધાયેલું, જેની આજરોજ વાઘોડિયા તાલુકા મામલતદાર ઓફિસમાં મતગણતરી હાથ ધરાયેલી, જે ઇ.વી.એમ. મશીન દ્વારા થયેલા મતદાનમાં (કોંગ્રેસ)ના ઉમેદવાર ભાવેશ મંગળભાઇ પટેલ ૧૪૬૩ મત મળ્યા હતા જ્યારે તેના સૌથી નજીકના (ભાજપ) ના ઉમેદવાર શાંતિલાલ નારણભાઇ રબારીએ ૨૨૫૪ મત મેળવ્યા હતા. જેથી ૭૯૧ મત વધુ મેળતાં તેઓને ( ભાજપ ) તરફે ચૂંટણી અધિકારીએ વિજય જાહેર કરેલાં છે.