આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ નથી અને આજવાની સપાટી પણ ઘટી રહી છે તેવી જાણકારી આપતા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, હાલમાં પ્રતાપપુરા અને આજવામાંથી કુલ ૮,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. ગઇકાલની સરખામણીમાં છોડવામાં આવતા પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે.
વિશ્વામિત્રીની સપાટી કાલાઘોડા ખાતે ૨૦ ફુટ થાય ત્યારથી જ જે-તે વિસ્તારોમાં પ્રભાવ પડવાની શક્યતા હોય તેની ઓળખ કરીને ચેતવણી આપવા તેમજ સ્થળાંતર કરવાનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતુ અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે. હાલમાં વરસાદના બીજા તબક્કામાં પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, બાવનચાલ, એકતા નગર, જલારામ નગર સહિતના શહેરના વિવિધ વોર્ડ્સમાં વહેંચાયેલા વિસ્તારોમાંથી ૧,૧૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખેસડવામાં આવ્યા છે અને તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે.