Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાની સેન્ટ્રલ જેલ વારવાર ચર્ચામાં આવતી હોય છે ત્યારે આ જેલનો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક જેલનો આરોપી અંદર જ કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવતા ઘણા સવાલો ઉભા થયા છે. ત્યારે સવાલ એ થાય છે કે સેન્ટ્રલ જેલમાં કેવી રીતે પહોંચે છે મોબાઇલ? શુ જેલના સત્તાધીશો મોબાઇલની હેરાફેરીથી વાકેફ હોય છે ? વારંવાર જેલમાં મોબાઇલ મળવાની ઘટના કેમ સામે આવે છે?

વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચાલતા કોલસેન્ટરનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા છેલ્લા ઘણા સમયથી કોલસેન્ટર ચલાવતો હતો. જેની જાણ થતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે દરોડા પાડતા સલીમ જર્દા પાસેથી મોબાઈલ મળી આવ્યા છે. સલીમ જર્દા ફોન પર એક મિનિટ વાત કરવાનો કેદીએ પાસથી 100 રૂપિયા વસુલતો હતો. સલીમ જર્દાના 21 મોબાઈલ 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હોવાનું સામે આવ્યુ છે.

ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને મોબાઈલ જપ્ત કરતા સ્થાનિક પોલીસ અને જેલના સત્તાધિશો સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. વડોદરાની જેલમાં જામર તો લગાવવામાં આવ્યા છે, જો કે જેલમાં લાગેલા જામર માત્ર શોભાના ગાઠિયા હોય તેવુ લાગી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ