અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વડોદરા મૂળના કાશ પટેલની એફબીઆઈના ડિરેક્ટર જેવા શક્તિશાળી પદ પર નિમણૂક કરી છે. આ નિમણૂકના પગલે કાશ પટેલ ટ્રમ્પના વહીવટીતંત્રમાં સૌથી શક્તિશાળી રેન્કિંગ ધરાવતા ભારતીય મૂળના અમેરિકન બની ગયા છે. અમેરિકાની ટોચની કાયદાકીય એજન્સીમાં મોટા ફેરફાર લાવવા અને સરકારમાંથી કથિત કાવતરાંખોરોને હટાવવાના ટ્રમ્પના ઈરાદા દર્શાવે છે. ટ્રમ્પની આ જાહેરાતથી વોશિંગ્ટનમાં હોબાળો મચી ગયો છે.