વડોદરાના રાવપુરા વિસ્તારમાં રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત થતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જ્યાર બાદ વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે આ ઘટના મામલે JCP ચિરાગ કોરડીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, 'ગઇ કાલે રાત્રે 2 જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. બે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા છે. હાલ શહેરમાં પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલુ છે. SRPની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓને રાત્રે જ ઝડપી લેવામાં આવ્યા હતાં. રાવપુરામાં 8 આરોપીઓની ધરપકડ કરીને કુલ 25 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. SRPની 2 ટીમો પણ તૈનાત કરી દેવાઇ છે.'