વડોદરા શહેરમાં આજે બપોર બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને પગલે વડોદરાવાસીઓ ચિંતિત બન્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ફરીથી વરસાદ શરૂ થતાં સપાટી વધવાની શક્યતા છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 29 ફૂટ થઇ છે. જોકે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જેથી વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે આજવા ડેમની સપાટી પણ ઘટીને 211.75 ફૂટ થઇ છે.