વડોદરા શહેરમાં પોલીસે કાયદો અને ફરજથી ઉપર જઈને એક અનોખું કામ કર્યુ છે. સમાજમાં પ્રેરણાદાયક ઉદાહરણ પૂરા પડ્યા છે. એવી જ એક ઘટના સામે આવી છે. આખી ઘટના એવી છે કે સોમવારે પોલીસે પત્નીની હત્યા કરનાર એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ થયા બાદ તેનો આઠ વર્ષોનો દિકરો નિરાધાર બન્યો હતો. જોકે, કુદરતે તેનું નસીબ પહેલાંથી જ લખી નાખ્યું હતું. એક માસુમે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાનો અહેસાસ વડોદરા પોલીસને થતાં તે વાલી બની છે. શહેર પોલીસના ઝોન-3ના એ.સી.પી. એસ.જી. પાટીલ ભાવેશને ઝોન-3ની કચેરીએ લઈ આવ્યા છે. પોલીસે પત્નીની હત્યાના આરોપમાં ભરત દેવીપૂજકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ તેનો 8 વર્ષનો પુત્ર ભાવેશ નિરાધાર બન્યો હતો. જોકે, પોલીસે ભાવેશના શિક્ષણની જવાબદારી લઈને સકારાત્મક દાખલો પુરો પાડ્યો છે.