બનાસકાંઠા, વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણીને ફરી એકવાર ટેલિફોનિક ધમકી મળી છે. મેવાણીના સાથીને જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને ફોન પર ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પાપ્ત માહિતી મુજબ વડગામના ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે. મેવાણીનો ફોન તેના સાથી પાસે હતો ત્યારે જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને શંખેશ્વરના વિરેન્દ્રસિંહ દરબાર નામના વ્યક્તિએ ગંદી ગાળો ભાંડી ધમકી આપી હતી. વરનોરા તાલુકાના માંડલ ગામે દલિત યુવકની હત્યા મામલે જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી જેના કારણે તેને આ ધમકી અને ગાળો આપવામાં આવી છે.