મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતુ કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.
ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે. મુખ્યમંત્રી એ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.