કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડી છે. તેમા જણાવ્યા મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો Co-WIN પર નોંધણી કરાવી શકે છે. આ બધા લોકો જેમનો જન્મ 2007 અથવા તે પહેલાં થયો છે તે તમામ લોકો નોંધણી કરાવી શકે છે. દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
જેના માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કોવિન પ્લેટફોર્મ ચીફ ડો. આર એસ શર્માએ જણાવ્યું હતું કે એના માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ડો. આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે ધોરણ 10ના ID કાર્ડને પણ રજિસ્ટ્રેશન માટે આઈડેન્ટિટી પ્રૂફ માનવામાં આવશે. આવી વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે કેટલાક સ્ટુડન્ટ્સની પાસે આધાર કાર્ડ કે બીજું કોઈ ઓળખપત્ર નહિ હોય.