દેશમાં રસીકરણ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશન ડ્રાઇવની ટ્રાયલ માટે પંજાબના બે જિલ્લા લુધિયાના અને શહીદ ભગતસિંહનગરની પસંદગી કરી છે. આ બે જિલ્લાઓની ૫-૫ સાઇટ પર ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ડ્રાય રન યોજાશે.
બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૪,૭૧૨ નવા કેસ સામે આવ્યા અને ૩૧૨ લોકોનાં મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો ૧,૦૧,૨૩,૭૭૮ પહોંચી ગયો છે. રાહતની વાત એવી છે કે, દેશમાં સંક્રમણનો કુલ આંકડો ભલે ૧ કરોડનો પાર થઈ ગયો હોય પણ દેશનો રિક્વરી રેટ સૌથી વધારે અને એક્ટિવ કેસ રેટ ખૂબ જ ઓછો છે. દેશમાં હાલમાં ૨.૮ ટકા જ એક્ટિવ કેસ છે. ૨,૮૩, ૮૪૯ લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ ૯૬,૯૩,૧૭૩ લોકો સાજા થઈ ગયા છે.