રોકેટ વૈજ્ઞાનિક વી નારાયણનને મંગળવારે અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એસ સોમનાથનું સ્થાન લેશે. સોમનાથનો કાર્યકાળ આવતા સપ્તાહે પૂર્ણ થશે. આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.
ડૉ. નારાયણનની આગામી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે. ડૉ. નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરના ડિરેક્ટર છે. ડૉ.નારાયણન ઈસરોના મહાન વૈજ્ઞાનિક છે. ઈસરો સાથે તેમની લાંબી કારકિર્દી રહી છે. તેમણે લગભગ 4 દાયકા સુધી ઈસરોમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ રોકેટ અને અવકાશયાનના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. તેઓ આ પદ પર બે વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશ સુધી રહેશે.