ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે નજીક બસ ખીણમાં ખાબકી હતી. ગંગનાની નજીક બસ ખીણમાં ખાબકી હતી. જેમા 7 યાત્રિકોના મોત થયા છે જ્યારે 27 યાત્રિકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. આ રેસ્ક્યુ કરાયેલા તમામ ઈજાગ્રસ્તોને PMO દ્નારા હેલિકોપ્ટર મારફતે સત્વરે એઈમ્સમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટનાની ઘટના પર PMO દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.