ઉત્તરાખંડના રૂડકીમાં એક મોટી દુર્ઘટના બની છે. મંગળવારે સવારે મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના કારણે અડધા ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 2ની હાલત નાજુક છે.