ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી છે. કહેવાયું છે કે આવું તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના ઓર્ડરને માનીને કર્યું છે. આ અગાઉ સોમવારે રાજ્ય સરકારે ચારધામ યાત્રા અંગે કોવિડ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. આ સાથે કહ્યું હતું કે એક જુલાઈથી યાત્રા શરૂ થશે. જ્યારે ઉત્તરાખંડ હાઈકોર્ટે આ યાત્રા પર 7 જુલાઈ સુધી રોક લગાવેલી છે.