ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે કાવડ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાવડ યાત્રાને લઈને કહ્યુ હતુ કે, વાત આસ્થાની છે પરંતુ લોકોની જિંદગી પણ દાવ પર છે. ભગવાનને તે પણ સારૂ નહીં લાગે કે જો લોકો કાવડ યાત્રાને કારણે કોવિડથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે. મહત્વનું છે કે આ પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ ઉત્તરાખંડ સરકારને કાવડ યાત્રા રદ્દ કરવા માટે પત્ર લખ્યો હતો.