-
ભાજપ શાસિત ઉત્તરાખંડ રાજ્યમાં સરકારનું રિપોર્ટીંગ કરતાં પત્રકારોને મંત્રાલય વિવધ વિભાગોમાં માહિતી લેવા પર પ્રતિબંધ મૂકતાં માધ્યમો દ્વારા તેનો ભારે વિરોધ કરાયો છે. સૂત્રોએ કહ્યું કે ભાજપ વિપક્ષમાં હોય છે ત્યારે જે તે પક્ષની સરકારને ભીંસમાં લેવા મિડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે અને પોતે સત્તામાં આવ્યાં બાદ સરકારના વિવાદાસ્પદ નિર્ણયો અખબારો કે ટીવી ચેનલો સુધી ના પહોંચે તેવા પ્રયાસો કરે છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ દ્વારા એક ફરમાન બહાર પાડીને પત્રકારોને સરકારના વિવિધ વિભાગોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે એવો બચાવ કર્યો કે કેબિનેટની ખાનગી માહિતી લીક થઇ જાય છે. તેથી પત્રકારોને હવે સરકાર દ્વારા નિયુક્ત એક અધિકારી સરકારની માહિતી આપશે. ઉત્તરાખંડ પ્રેસ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અને આ અંગે ભાજપ સરકાર સામે લડત આપવા હાકલ કરવામાં આવી છે.