ઉત્તરાખંડના જોશીમઠ માં ધૌલીગંગા નદીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ 100-150 લોકો ગુમ થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે NTPCના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ ને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, પ્રશાસને ઘટનાની ભયાનકતા જોતાં તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પોતે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું કે, જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો, આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો મહેરબાની કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રના નંબર 1070 કે 9557444486 પર સંપર્ક કરો. મહેરબાની કરીને ઘટના વિશેના જૂના વીડિયોથી અફવા ન ફેલાવો.