ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી ભારે નુકસાન થવાના કારણે અત્યાર સુધી 14 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 150થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ઉત્તરાખંડમાં ભારે નુકસાનને જોતાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહારમાં ગંગા કિનારાના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આવેલી તબાહી બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીમાં હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા છે. ટનલને ખોલવા માટે ભારે મશીનરી લગાવવામાં આવી છે. રાત્રે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું.