ઉત્તરાખંડના નૈનીતાલ (Nainital)માં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક બસ ખીણમાં ખાબકી છે. મળતા અહેવાલો મુજબ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. સૂચના મળતાં જ પોલીસ, NDRF, SDRF સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ખીણમાં ખાબકેલી બસ સ્કુલની હોવાનું અને તેમાં 30થી વધુ લોકો સવાર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના ખુબ જ ખતરનાક હોવાનું કહેવાઈ રહ્યું છે.