ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, યાદીમાં 24 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. યાદી અનુસાર કર્નલ અજય કોઠીયાલ ગંગોત્રી વિધાનસભાથી ચૂંટણી લડશે. જ્યારે ઘણસાલીથી વિજય શાહ, વિકાસનગરથી પ્રવીણ બંસલ, રાજપુર રોડથી ડિમ્પલ સિંહ, ઋષિકેશથી ડો. રાજે નેગી, BMSEL રાણીપુરથી પ્રશાંત રાય, ભગવાનપુરથી પ્રેમ સિંહ, પીરાન કાલીયારથી શાદાબ આલમ, મગલૌરથી નવનીત રાઠી, હરિદ્વાર ગ્રામીણમાંથી નરેશ શર્મા, પૌરીથી મનોહર લાલ પહાડિયા, ચૌબટ્ટાખાલથી દિગ્મોહન નેગીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અજય કોઠીયાલ AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમના ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતી કે પૂર્વ કર્નલ અજય કોઠીયાલ ઉત્તરાખંડમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રીના ચહેરા માટે રાજ્યમાં સર્વે કરાવ્યો હતો. જે બાદ કોઠીયાલના નામને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો.