બોલિવુડ ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) આજે સવારે ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) સાથે દેહરાદુનમાં સીએમ આવાસ પર મુલાકાત કરી. અક્ષય કુમાર મસૂરીમાં પોતાની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ આ મુલાકાત અનૌપચારિક હતી અને બંનેની વચ્ચે રાજ્યમાં ફિલ્મોના શુટિંગને લઈ ચર્ચા થઈ. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્ય સરકારે અક્ષય કુમારને એક પ્રસ્તાવ આપ્યો હતો, તેમને તેનો સ્વીકાર કરી લીધો છે અને તે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરશે.