ઉત્તરપ્રદેશનાં રાજ્યસભાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના આઠ તો સમાજવાદી પાર્ટી તેમજ બસપાના એક-એક ઉમેદવાર બિનહરીફ રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા છે. ભાજપ તરફથી કેન્દ્રીયપ્રધાન હરદીપસિંહ પુરી, ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પૂર્વ ડીજીપી બ્રિજલાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્ય, બી.એલ.વર્મા અને સીમા દ્વિવેદીને રાજ્યસભામાં જવાની તક મળી છે. તો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી રામગોપાલ યાદવ અને બસપાના ઉમેદવાર રામજી ગૌતમ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.