ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 10 મુસાફરના મોત થયા છે. પ્રાથમિક અહેવાલ સાત લોકોનાં મોત થયાના આવ્યા હતા. જે બાદમાં મૃતકોની સંખ્યા વધીને 10 થઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 25થી વધારે લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસના ઊચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.