Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાકસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દરવર્ષે પ્રજાકસત્તાક પર્વની સમૂહમાં ઍકઠા થઇ ઉજવણી થાય છે. આ વર્ષે ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરીટોઝના મેયર સાથે ૭૨મો  પ્રજાકસત્તાક પર્વ ઉજવ્યો હતો. 
ભારતના પ્રજાકસત્તાક પર્વની આવતીકાલે દેશભરમાં ભવ્ય ઉજવણી થશે. વિદેશ વસતા ભારતીયો દ્વારા પણ પ્રજાકસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં દર વર્ષે ભારતીયો પ્રજાકસત્તાક પર્વ ઉજવે છે. આ વરસે કોવિડના કારણે નિયંત્રણો હોય, ભારતીયોના સંસ્થાના પ્રતિનિધિઓએ સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી, બેવર્લી હિલ્સના મેયર કાઉન્સિલર ડો. જુલિયન ગોલ્ડ  અને સેનેટ સભ્ય હેન્રી સ્ટર્ન સાથે ઉજવણી કરી હતી. જ્યારે ૫૮મી ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ વીડિયો સંદેશો જારી કરી સૌને શુભેચ્છા પાઠવી હતી. 
સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી મૂળ બારડોલી તાલુકાના વતની છે. અમેરિકા અને દેશ-વિદેશના ભારતીયોને પ્રજાકસત્તાક અને દેશ-વિદેશના ભારતીયોને પ્રજાકસત્તાક પર્વની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, અમે બધાં ભેગા મળી દર વર્ષે ભારતના રાષ્ટ્રીય પર્વ ઉજવીઍ છીઍ. જેની ખૂબ આનંદ સાથે ઉજવણી કરીઍ છીઍ. કોવિડમાં સૌને માસ્ક પહેરવા અને કાળજી લેવા અનુરોધ છે. 
આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સાર્વભોમત્વનું  પ્રતિક છે. ૧૩૦ કરોડ લોકોનો દેશ દિલથી દિલ મેળવીને પ્રજાકસત્તાક પર્વ ઉજવે છે. અહીં અમેરિકામાં અમે પણ સૌ જોમજુસ્સાથી પ્રજાકસત્તાક દિન ઉજવીઍ છીઍ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને  યાદ કરી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજની સલામી અર્પણ કરવામાં આવે છે. ભારત કોરોનાની રસી વિશ્વના અન્ય દેશને આપીને માનવતાનું મોટું કાર્ય કરી રહ્યો છે. આવા મા અને માનવતાને વરેલા ભારત દેશને સલામ કરું છું. 
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહઍ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ આપણે ભારતીયો પ્રજાકસત્તાક બન્યા. આ રાષ્ટ્રીય પર્વની અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે કોવિડને કારણે ઍ શક્ય નથી ત્યારે અમે અગ્રણીઓએ ઍકઠા થઇ વર્ચ્યુઅલ ઉજવણી કરી છે. ભારતના ઍક્તા અને બંધુત્વના આદર્શો હવે વૈશ્વિક બની ગયા છે. 
૫૮મી ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાઍ જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત બન્ને લોકતંત્રમાં ઍક પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અમેરિકા સૌથી જૂની લોકશાહી છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિવિધતા ધરાવતો ભારત દેશ લોકશાહી મૂલ્યો દ્વારા વિશ્વને પ્રેરણા આપી રહ્ના છે. અનેક ધર્મો, ભાષાઅો, પ્રાંતીય સંસ્કૃતિ ધરાવતું હોવા છતાં હળીમળીને રહીને વિશ્વને સર્વસમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીયો  હળી મળીને રહેવાની ભાવનાથી જાણીતા છે તેઓ જ્યાં રહે છે ત્યાં ભળી જાય છે. અમેરિકામાં આજે લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે જેનો અમેરિકાના વિકાસમાં ફાળો રહ્ના છે. આ બધું ભારતીયોના લોકતંત્રના મૂલ્યોને કારણે બન્યું છે. 
બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરિટોઝ ખાતે થયેલી ઉજવણીમાં જૈન સોશિયલ ગ્રુપના રાજેન્દ્ર  વોરા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ પી.કે.નાયક તથા ઓર્સેટિયા ચેમ્બરના વાઈસ પ્રેસિડન્ટ અનિલભાઇ દેસાઇ હાજર રહયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ