સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા સીરિયા પર હવાઈ હુમલાઓને જવાબ આપવા માટે રશિયા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન મળ્યું નથી. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યુ છે કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ રોકવા માટે જરુર પડવા પર અમેરિકા ફરીથી હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે આવા વધુ હુમલાઓ થવાની ચેતવણી ઉચ્ચારી છે.