રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામોને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનથી પોતાની હાર માનવા તૈયાર નથી. તેઓ ચૂંટણીમાં સતત ગેરરીતિનો આરોપ લગાવી રહ્યા છે અને ઇલેક્ટોરલ પ્રોસેસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પની હરકતોથી કંટાળીને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એ તેમનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વીટરે ચેતવણી આપી કે જો ટ્રમ્પે ચૂંટણીને લઈને ઉશ્કેરીજનક વાતો કરવાનું ચાલુ રાખ્યું તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બ્લોક કરી દેવામાં આવશે.