અમેરિકા (USA)ના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) આજે ભારતની 4 દિવસની મુલાકાતે દિલ્હી આવી રહ્યા છે. જેડી વેન્સ સવારે 9:30 વાગ્યે પાલમ એરબેઝ પર ઉતરાણ કરશે. ઉપરાષ્ટ્રપતિ વાન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની મુલાકાતે છે. તેમના સ્વાગત માટે દિલ્હીના રસ્તાઓ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચ્યા પછી, વાન્સ પહેલા પોતાના પરિવાર સાથે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6.30 વાગ્યે પ્રધાનમંત્રી નિવાસસ્થાને વાન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરશે.