અમેરિકાએ ભારતે ફરી એકવાર ધમકી આપતાં જણાવ્યું છે કે, અમે વિદેશી કંપનીઓને તેમનો ડેટા સ્થાનિક સ્તરે સ્ટોર કરવાની ફરજ પાડતા દેશો માટેના એચ-વનબી વિઝા પર લગામ કસવા વિચારણા કરી રહ્યાં છીએ. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓ નવી દિલ્હીની મુલાકાતે આવે તે પહેલાં જ અમેરિકા દ્વારા નવી ચેતવણી ઉચ્ચારવામાં આવતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે અમલમાં મૂકેલા ડેટા સ્ટોરેજ માટેના નવા નિયમોના કારણે માસ્ટરકાર્ડ સહિતની વિદેશી કંપનીઓ નારાજ છે. ભારત સરકારે લાગુ કરેલા આ નિયમોના કારણે અમેરિકા પણ રોષે ભરાયો છે.