અમેરિકાના વૈજ્ઞાનિકોએ ‘’ગ્લોબલ ઈન્ટરનેટ એટલાસ’’ તૈયાર કર્યો. એટલાસમાં ભારતમાં વિકસેલા ઈન્ટરનેટના ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નકશો છે. જે આતંકવાદી હુમલા કે કુદરતી આફતમાં ઉપયોગી થશે. વિન્સકોનસિન યુનિવર્સિટીએ આ કામ કર્યું. ઈન્ટરનેટની દુનિયા ઝડપથી બદલાતી હોઈ તેનો નકશો તૈયાર કરવાનું કામ કપરું અને મહત્વનું છે. આ નકશો ઈન્ટરનેટની ઉત્ક્રાંતિને સમજાવી શકશે. એકલ-દોકલ કંપની પાસે સમગ્ર ચિત્ર ન મળે, જે આ એટલાસથી મળશે.