ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16 વાપરવાના મામલે અમેરિકાએ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી છે. અમેરિકાના એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ પાકિસ્તાનને જે F-16 વિમાનો આપ્યા છે તેની સંખ્યા પૂરી છે. અમેરિકન મેગેઝિને કરેલા દાવા બાદ ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન પર લગાવેલા આરોપો ઉપર પણ પ્રશ્નો ઉભા થશે તે નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે 26મી ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાંના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જવાબમાં બીજા દિવસે પાકિસ્તાનના લડાકૂ વિમાનો ભારતીય હવાઇ સરહદમાં ઘૂસી આવ્યા હતા. પાકિસ્તાન એરફોર્સે લડાકૂ વિમાન F-16થી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું.
ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવેલા F-16 લડાકૂ વિમાનના અવશેષો પણ પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, આવું કરવા પાછળનો ઉદેશ્ય એવું સાબિત કરવાનો હતો કે અમેરિકામાં બનેલા લડાકૂ વિમાનનો પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. કારણ કે, અમેરિકાએ આતંકવાદ સામે ઉપયોગ કરવાની શરતે F-16 વિમાનો પાકિસ્તાનને આપ્યા હતા. જોકે, પાકિસ્તાને તેનું કોઈ જ લડાકૂ વિમાન તૂટ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે ભારત વિરુદ્ધ F-16 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
ફોરેન પોલીસી મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને અમેરિકાને પોતાની ધરતી પર આવીને F-16ની ગણતરી કરવાનો નિમંત્રણ આપ્યું હતું. જણાવી દઈએ કે, ગુરુવારે આ મેગેઝિનમાં છપાયેલા અહેવાલ મુજબ, 'અમેરિકાની ગણતરીમાં પાકિસ્તાનને આપવામાં આવેલા તમામ F-16 વિમાન હયાત હોવાનું સામે આવ્યું છે'. આ વાત બાદ ભારતે પાકિસ્તાનનું એક લડાકૂ વિમાન તોડી પાડ્યું હોવાના દાવા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ રિપોર્ટમાં એક રક્ષા મંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'પાકિસ્તાનને આપવામાં આવેલા લડાકૂ વિમાનની ગણતરી પૂરી કરી દેવામાં આવી છે. તમામ લડાકૂ વિમાન હયાત હોવાનું સામે આવ્યું છે'.