અમેરિકાના એક મેગેઝિને દાવો કર્યો હતો કે ભારત તરફથી પાકિસ્તાનના F-16ને તોડી પાડવામાં આવ્યાનો દાવો ખોટો છે, કારણ કે અમેરિકાની ગણતરીમાં તમામ વિમાન યથાવત મળી આવ્યા છે. મેગેઝિનનો દાવો હતો કે બે અમેરિકન અધિકારીએ પાકિસ્તાન જઈને વિમાનની ગણતરી કરી હતી. જોકે, આ મામલે નવો વળાંક આવ્યો છે. અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે અમેરિકાએ આવી કોઈ ગણતરી કરી નથી.
અમેરિકન સંરક્ષણ મુખ્યાલયના એક એહવાલને ટાંકીને હિન્દુસ્તાન ટાઇમ્સે લખ્યું છે કે, પાકિસ્તાનમાં આ પ્રકારની કોઈ તપાસ થઈ નથી. પેન્ટાગોને બીજી સ્પષ્ટતા એ પણ કરી છે કે વિમાન તૂટ્યું છે કે નહીં તેના અંગે અમેરિકા કોઈ ટિપ્પણી કરી શકે નહીં. આ વિદેશ નીતિનો મામલો હોવાથી અમેરિકા તેની પુષ્ટી કરતું નથી.