અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો તેમને પદેથી હટાવાયા તો આ ઇકોનોમી માટે સારૂ નહીં હોય, તેમના અનુસાર તેમને હટાવાશે તો લોકો ગરીબ થઇ જશે. શેરબજાર ક્રેશ થઇ જશે. ફોક્સ ન્યૂઝ પર ગુરૂવારે પ્રસારિત થયેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે જો કોઇપણ મારી સામે મહાભિયોગ લાવે છે તો મને લાગે છે કે માર્કેટ ક્રેશ થશે, દરેક ગરીબ થઇ જશે.