વિશ્વભરમાં કોરોના વાઈરસ વિનાશ નોતરી રહ્યો છે. અત્યારે તેની સૌથી વિનાશક અસર અમેરિકામાં વર્તાઈ રહી છે ત્યારે ઘૂંટણીએ પડેલા મહાસત્તા અમેરિકાએ હવે ભારત તરફ મદદ માટે હાથ લંબાવ્યો છે. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે PM મોદી પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટેબલેટ્સની સપ્લાય કરવાની ભલામણ કરી હતી.
હકીકતમાં કોરોના વાઈરસ સામે લડવામાં મદદ કરનારી મેલેરિયાની દવા હાઈડોક્સી ક્લોરોક્વાઈનની નિકાસ પર ભારત સરકારે રોક લગાવી દીધી છે. સરકારનું કહેવું છે કે, આ દવાનો પૂરવઠો પૂરતો મળી રહે, તે માટે તાત્કાલીક તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. એવામાં અમેરિકા સહિત અન્ય દેશોમાં આ ટેબ્લેટની માંગ અચાનક વધી ગઈ છે.
કોરોના સામે જંગ માટે ભારત-અમેરિકા એકજૂટ
PM મોદીએ આ વાતચીત સંદર્ભે ટ્વીટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પણ વિસ્તૃત ચર્ચા થઈ. અમારી ચર્ચા ઘણી સકારાત્મક અને સારી રહી છે અને અમે કોરોના સામે લડવા માટે ભારત-અમેરિકાની સંયુક્ત તાકાતનો ઉપયોગ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.