અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે. આ દિવસે જ એટલે કે 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે 4.00 વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન પણ કરવાના છે. ત્યારબાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ કરાવાશે તેવી ચર્ચા છે.