અમદાવાદની મુલાકાત દરમિયાન આવતીકાલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સમાચાર એજન્સીઓ ઉપરાંત સાબરમતી આશ્રમના ટ્રસ્ટી અમૃત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આમ ટ્રમ્પ અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમ નહીં જાય તે સંબંધે છેલ્લા ચારેક દિવસથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસ તરફથી નિર્ણય લેવાશે કે ટ્રમ્પ આશ્રમની મુલાકાત લેશે કે કેમ. જો કે, હવે રાજ્ય સરકારના ઉચ્ચાધિકારીઓએ જ સમર્થન આપ્યું છે કે ટ્રમ્પ સાબરમતી આશ્રમ જશે. તેમજ મ્યુનિસિપલ કમિશનર નહેરાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, મોદી અને ટ્રમ્પનો રોડ શો 22 કિલો મીટર સુધીનો જ રહશે.