અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પહેલી વખત ભારત મુલાકાતે આવવાના છે. સવારે 11.55 વાગે ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે. અમદાવાદ એરપોર્ટ પર શંખ-ઢોલ-મંજીરા સાથે ટ્રમ્પ પરિવારનું સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ-મેલેનિયા માટે 150 ફૂટ લાંબી રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. અહીં 19 કલાકાર તેમનું સ્વાગત કરશે. એરપોર્ટની અંદર એક હજાર કલાકાર પારંપારિક નૃત્ય કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
આ ઔપચારિક સ્વાગત પછી ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે 22 કિમી લાંબો રોડ શો કરશે. રોડ શોમાં 28 રાજ્યોની ઝાંકી તૈયાર કરવામાં આવી છે. રોડ શોનું નામ ‘ઈન્ડિયા રોડ શો’ રાખવામાં આવ્યું છે. એરપોર્ટથી ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે.