આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનવાના છે. ત્યારે તેઓ અમદાવાદના ગાંધી આશ્રમ અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેશે. ટ્રમ્પની મુલાકાતથી ગુજરાતને મોટો ફાયદો થાય તેમ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકન એમ્બેસીને અમદાવાદમાં શરુ કરવામાં આવશે.
વિઝા માટે ગુજરાતીઓને દિલ્હી મુંબઈ દોડવું નહીં પડે
હાલમાં પ્રાપ્ત જાણકારી મુજબ, અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતમાં અમેરિકન એમ્બેસીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતીઓને અમેરિકાના વિઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે, ગુજરાતમાં અમેરિકાની એમ્બેસી ન હોવાથી આ હેરાનગતિ થતી હોય છે ત્યારે અમદાવાદમાં એમ્બેસી ખુલવાથી ગુજરાતીઓને મોટો લાભ થશે.