અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. ટ્રમ્પનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર તૈયાર છે. થોડી મિનિટો પહેલાં જ મોદીએ ટ્વિટ કરીને ટ્રમ્પને આવકારતા ટ્વિટ કર્યું હતું કે, અતિથિ દેવો ભવ:
અમદાવાદમાં ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અંદાજે 230 મિનિટ રોકાશે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે 22 કિમીનો રોડ શો કરશે અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે. છેલ્લા 61 વર્ષમાં ટ્રમ્પ ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપતિ છે. આ પહેલાંના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બે વખત ભારત મુલાકાતે આવ્યા હતા.