અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સામે અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. તે હેઠળ 27 દરિયાઈ જહાજી કંપનીઓ અને 28 જહાજ સામે પ્રતિબંધ જાહેર કરાયો છે. આ તમામ ઉત્તર કોરિયા, ચીન અને સિંગાપોરના છે. ટ્રમ્પ દ્વારા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને કારણે આ પ્રતિબંધ લગાવ્યા છે અને તેના સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરી છે.