અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યુ હતું કે કોરોના વાયરસની અસરકારક રસી તૈયાર થઈ ગયા પછી લોકોને તે નિઃશુલ્ક આપવા અંગે અમે વિચારી રહ્યા છીએ. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતું કે વર્ષના અંત સુધીમાં રસી બનાવી લેવાશે. કોવિડ-19ની વેક્સીનને વિકસિત કરવા માટે ઓપરેશન 'વાર્પ સ્પીડ' નામના નવા અભિયાનની શરૂઆત કરાઈ છે. જેને વર્ષના અંત સુધીમાં વેક્સીન તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યું છે. જેનાથી જાન્યુઆરી 2021 સુધીમાં લોકો સુધી તેને પહોંચાડી શકાય.
તેમણે વધુમાં કહ્યુ કે સરકાર વેક્સીન બનાવી રહેલી 100 ટીમોના કામનું મુલ્યાંકન કરી રહી છે. જેમાથી 14 ટીમોને આશાજનક સફળતા મળી રહી છે. આશા છે કે વર્ષના અંત સુધીમાં રસી બની જશે.