યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત ૧૯૨ દેશોમાં ૨,૭૦,૦૦૦ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમ ગુરૂવારે જારી કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું. ૩૦ સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન આઇસીઇ દ્વારા કુલ ૨,૭૧,૪૮૪ જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા ૧,૪૨,૫૮૦ કરતાં લગભગ બમણો છે. ૨૦૧૪ બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. ૨૦૧૪માં ૩,૧૫,૯૪૩ જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન ૨૦૧૯માં ૨,૬૭,૨૫૮ જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.