અમેરિકામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ઉતાવળમાં ખાદ્ય અને ઔષધ વ્યવસ્થા તંત્ર (FDA)એ ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છએ કે ગુરૂવારે હાઈ પાવર્ડ વેક્સિન એડવાઇઝરી પેનલે 9 કલાકની મેરાથોન ચર્ચા બાદ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડ-19ના આપાતકાલીન ઉપયોગને પોતાની લીલી ઝંડી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે એફડીએની મંજૂરી બાદ જલદી વેક્સિનને જનતા વચ્ચે પહોંચાડવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 230000 કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં કોઈપણ દેશમાં મળેલા કોરોના સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે.