અમેરિકાનું ભારતમાં આવેલું દૂતાવાસ કેટલાક ચોક્કસ કક્ષાના વિઝા માટેની ડ્રોપ બોક્સ અરજીઓનો સ્વીકાર કરશે. દૂતાવાસ જે વિઝા અરજીઓનો સ્વીકાર કરવાનું છે તેમાં જૂન મહિનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર થયેલા ઇમિગ્રેશન પ્રતિબંધ હેઠળ આવતા એચ-૧બી અને એલ-૧ વિઝા માટેની અરજીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ એચ-૧બી અને એલ-૧ વિઝાધારક કર્મચારીઓ જો તેમના જૂના સમાન સંગઠનમાં સમાન ભૂમિકા માટે અરજી કરવા ઇચ્છતા હોય તો સુધારેલી ગાઇડલાઇન મુજબ તેઓ અરજી કરી શકશે. ચોક્કસ માપદંડો પૂરા કરી રહેલા અન્ય કક્ષાના અરજદારો પણ અરજી કરી શખશે. અમેરિકી પ્રમુખે ૨૨ જૂનના રોજ એક આદેશ પર હસ્તાક્ષર કરતાં અમેરિકી નોકરીઓને બચાવી લેવાના હેતુસર નવી નન- ઇમિગ્રન્ટ પરમિટ આપવાનું આ વર્ષના અંતભાગ સુધી સ્થગિત રાખવા ફરમાવ્યું હતું.